હળવદ ના વિકાસ ને પણ કેળ નો દુખાવાનો થયો !!
વિશાલ જયસ્વાલ હળવદ : ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે હળવદ ધાંગધ્રા વિધાનસભાના ધારાસભ્ય જેઓની ટર્મ પૂરી થવા આવી પરંતુ આજ સુધી હળવદના જાહેર માર્ગો નું નતો યોગ્ય સમારકામ થયું કે નતો નવા મંજૂર થયા લોકોએ પ્રથમ વખત ધારાસભ્યને કોંગ્રેસમાં ચૂંટ્યા એ ધારાસભ્ય એ પક્ષ પલટો કરી ભાજપ માં ચૂંટણી લડ્યા અને લોકોએ ફરી એ જ ધારાસભ્ય પર વિશ્વાસ કરી જીતાડ્યા પરંતુ હવે ગણતરીના દિવસોમાં ધારાસભ્યની ટર્મ પૂરી થઈ જશે લોકોના વિશ્વાસમાં ખરા ઉતારવામાં ધારાસભ્ય નિષ્ફળ નીવડ્યા હોય તેવી ચર્ચાઓ એ જોર પકડ્યું




હળવદ સરા નાકાથી લઈને સરા ચોકડી સુધીનો રસ્તો અતિ બીસમાર હાલતમાં છે તેમજ સરા નાકાથી લઈને ધાંગધ્રા બાયપાસ સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે પરંતુ ધારાસભ્ય આજદિન સુધી ન તો રોડ નવો મંજૂર કરાવી શક્યા કે ના યોગ્ય મરામત કરાવી શક્યા તો હવે ફરી એક વખત ધારાસભ્ય પર લોકો વિશ્વાસ કેવી રીતે મુકશે એ પણ જોવાનું રહ્યું કે પછી ધારાસભ્યનું પત્તુ કપાઈ જશે એ જોવાનું રહ્યું
