મોરબી મહર્ષિ વાલ્મિકીજી ની જન્મ તિથિ ને અનુલક્ષી ને મોરબી નગર દ્વારા શરદ પૂર્ણિમા ના શુભ દિવસે મહર્ષિ વાલ્મિકીજી નું પૂજન અર્ચન કરવામાં આવ્યું.
આ નિમિતે વાલ્મિકી સમાજ ના અગ્રણીઓ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના કાર્યકતા ઓ એ સાથે મળી ને મહર્ષિ વાલ્મિકીજી નું પૂજન કરી સામાજિક સમરસતા અને સદભાવ નું એક ઉદાહરણ પૂરું પાડ્યું..




સરસ્વતી શિશુ મંદિર શનાળા મુકામે આ ઉત્કૃષ્ટ કાર્યક્રમ માં બહોળી સંખ્યા માં વાલ્મિકી સમાજ ના ભાઈઓ બહેનો અને સંઘ કાર્યકર્તાઓ પરિવાર સહ ઉપસ્થિત રહ્યા હતા.પૂજન બાદ પરિવાર સહ ભોજન અને રાસ ગરબા નો કાર્યક્રમ સૌ એ સાથે મળી ને ખૂબ જ આનંદ થી ઉજવ્યો હતો દૂધ પૌઆ નો પ્રસાદ લઈ સામાજિક સમરસતા અને સદભાવ ની પ્રેરણા લઈ સૌ છુટા પડ્યા હતા
કાર્યક્રમ માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વાલ્મિકી સમાજ ના કાર્યકર્તાઓ એ જહેમત ઉઠાવી હતી.
