મોરબીના જાણીતા ક્રિકેટર અને જીલ્લા ક્રિકેટ એસોસિએશનના મુખ્ય કોચ તથા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની સિનિયર મહિલા ટીમના હેડ બેટિંગ અને ફિલ્ડિંગ કોચ નિશાંત જાનીને વધુ એક સિદ્ધિ સાંપડી છે. તાજેતરમાં તેમને સૌરાષ્ટ્રની સિનિયર મહિલા ટીમના 2022-23ની સીઝનના હેડ બેટીંગ અને ફિલ્ડીંગ કોચ તરીકે નિમણુંક કરવાંમાં આવી છે. સૌરાષ્ટ્રની ટીમ હાલમાં T-20 ટૂર્નામેન્ટ રમશે. જેમાં આ વર્ષે BCCI દ્વારા મહિલા IPLનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં મેચ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકે સૌરાષ્ટ્રના મહિલા ખેલાડીઓ તડામાર પ્રેક્ટિસ કરી રહ્યા છે.
આ અંગે નિશાંત જાનીએ વધુમાં જણાવ્યું હતું કે, આ સીઝન અને T-20 બન્ને એક જ દિવસે યોજાશે. ત્યારે આ સીઝનમાં સારૂ પરફોર્મન્સ થાય તેવી પ્રત્યેક ખેલાડીઓમહેનત કરી રહ્યા છે. અને તેમાં ખેલાડીઓને યોગ્ય ટેક્નિક, મેચ પૂર્વેની માનસિક તૈયારી અને તેમનામાં રહેલા કૌશલ્યના વિકાસ પર કોચ જાની અને સ્ટાફ કામ કરી રહયા છે




આ તકે નિશાંત જાનીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહનો આભાર વ્યક્ત કર્યો હતો અને મોરબી જીલ્લા ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ કાંતિભાઈ અમૃતિયાનો સતત પ્રેરક માર્ગદર્શન આપવા બદલ તેમનો પણ આભાર માનીને કૃતજ્ઞતા લાગણી વ્યક્ત કરી હતી.
