ફાયર બ્રિગેડની ટીમની સમયસૂચકતાને કારણે મોટી જાનહાની ટળી – રોહિત મહેતા
વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ બસ સ્ટેશનમાં આવેલ કેન્ટીંગમાં અચાનક રાત્રીના સમયે આગ લાગતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો તાત્કાલિક ધોરણે ફાયર અધિકારી ને જાણ થતા ફાયર બ્રિગેડ ની ટીમ લઈને ઘટના સ્થળે પહોંચ્યા ફાયર બ્રિગેડ અધિકારી રોહિત મહેતાની સમયસૂચકતાને કારણે મોટી જાનહાની ટળી જો વાત કરવામાં આવે તો બસ સ્ટેશનમાં આવેલ કેન્ટીંગમાં કોઈ કારણોસર આગ લાગી હતી કેન્ટીંગની અંદર બે ગેસની ખાલી બોટલો પણ હતી
ત્યારે અધિકારીએ પોતાની સુજબુજ થી સમય સૂચકતા વાપરી તાત્કાલિક ધોરણે બોટલો બહાર કાઢી પાણીનો મારો ચલાવ્યો ફાયર બ્રિગેડની ટીમના મહેનતના કારણે તાત્કાલિક ધોરણે આગ પર કાબુ મેળવ્યો મોટી જાનહાની ટળી હતી આગનું કારણ હજુ સુધી અકબંધ વેપારીનું રટણ કોઈ અંગત અદાવતને કારણે જાણી જોઈને આગ લગાડી હોવાનું જ્યારે બીજી તરફ દિવાળીના માહોલ વચ્ચે કોઈ ફટાકડાના કારણે પણ આ ઘટના સર્જાઇ હોય શકે આગનું કારણ તપાસ અંતે જ બહાર આવશે