અહેવાલ નો પડઘો – તંત્ર એ ડામરનું પેચવર્ક કર્યું

દિવાળી પેહલા મીડિયા ના અહેવાલ બાદ સરા રોડ પર ના ખાડાઓ નું પેચવર્ક – ઘણા સમય થી બિસમાર રસ્તાઓ થી હળવદ વાસીઓ પરેશાન

વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ શહેરના રોડ રસ્તાની પરિસ્થિતિ દિવસેને દિવસે કથળતી જઈ રહી છે ત્યારે હળવદમાં નેતાગીરીના અભાવને કારણે હળવદવાસીઓ છેલ્લા ઘણા સમયથી બીમાર રોડ રસ્તાઓને કારણે અનેક હાલાકી ભોગવી રહ્યા હતા બાઈક ચાલક તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો ત્યારે અમારા દ્વારા લોકોનો અવાજ બની સતત હળવદ વાસીઓ ને જાહેર માર્ગો પરના રોડ રસ્તાઓ સારા બને અથવા તો યોગ્ય રીતે સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી વારંવાર મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ કરી આ નિંભર ઊંઘેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

ત્યારે હજુ 48 કલાક પહેલા જ ધારાસભ્યને સંબોધીને આ રોડ રસ્તાઓ વિશે જાગૃત કર્યા હતા ત્યારે ૪૮ કલાકમાં જ રોડ રસ્તાઓનો યોગ્ય પેચ વર્ક કરવામાં આવ્યું. પરંતુ હજુ પણ અનેક રોડ રસ્તા ઉપર પરિસ્થિતિ એની એ જ છે જો આગામી સમયમાં આવી જ પરિસ્થિતિ રહેશે તો ફરી એક વખત મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ કરી તંત્રને જગાડવાના પ્રયાસ કરીશું