રાજકોટ ખાતે E-COOPERATIVE PORTAL પર કરવાની કમગીરી અંગે માર્ગદર્શન માટે સેમિનાર યોજાશે

નાણા ધીરધાર કરનારાઓને નવા રજિસ્ટ્રેશન, રિન્યુ, માસિક પત્રકો, ઓડિટ રિપોર્ટ વગેરે ઓનલાઇન કામગીરી અંગે માર્ગદર્શન અપાશે

        ગુજરાત રાજયમાં નાણાંના ધીરધાર પ્રવૃતિના નિયમન માટે ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ – ૨૦૧૧ અને નિયમો – ૨૦૧૩ અમલમાં છે. ડીજીટલ ઈન્‍ડીયા અને પેપરલેસ વહીવટના ભાગ રૂપે મુખ્યમંત્રીશ્રી દ્વારા તા.૦૯/૦૨/૨૦૨૨ ના રોજ રાજયમાં ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ – ૨૦૧૧ અને નિયમો – ૨૦૧૩ ની જોગવાઈઓનાં અસરકારક અમલ માટે E – COOPERATIVE PORTAL  લોન્‍ચ કરવામાં આવેલ છે. જેનાથી તમામ નાણાંની ધીરધાર કરનારાઓએ કાયદા હેઠળનાં જરૂરી હોય તેવા નવા રજિસ્ટ્રેશન, રીન્યુ રજિસ્ટ્રેશન તેમજ ધિરાણના માસિક પત્રકો, ઓડીટ રીપોર્ટ જેવી તમામ કામગીરી ઓનલાઈન કરવાની થાય છે. ઉક્ત સોફટવેર અંતર્ગત ONLINE  કામગીરી કરવા અંગે જરૂરી માર્ગદર્શન માટે રજિસ્ટ્રાર ઓફ મનીલેન્‍ડર્સ અને જિલ્લા રજીસ્ટ્રાર કચેરી-મોરબી દ્વારા રાજકોટ જિલ્લા સહકારી સંઘ લિ. રાજકોટના સહયોગથી તા.૧૭/૧૦/૨૦૨૨ ના રોજ સાંજે ૫-૦૦ થી ૭-૦૦ કલાક દરમિયાન “સહકાર ત્રિવેણી”, શ્રી રાજકોટ જિલ્લા સહકારી સંઘ લી., ૨૯/૩૮, કરણપરા, બસ સ્ટેન્ડ પાછળ, રાજકોટ ખાતે સેમીનારનું આયોજન ગોઠવવામાં આવેલ છે.

આ સેમિનારમાં તજજ્ઞો દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. આ સેમીનારમાં ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ – ૨૦૧૧ હેઠળ નોંધાયેલ મોરબી જિલ્લાના તમામ નાણાં ધિરધાર કરનારાઓએ હાજર રહેવાનું રહેશે. તેમજ હવે પછીથી નાણાં ધિરધાર કરનારાઓએ દર માસે રજુ કરવામાં આવતાં ધિરાણને લગતાં પત્રકો માત્ર ONLINE જ સ્વીકારવામાં આવશે જેની નોંધ લેવા મોરબી જિલ્લા રજિસ્ટ્રારની યાદીમાં જણાવાયું છે.