મોરબી જીલ્લા NIMA નાં પ્રમુખપદે ડૉ. હાર્દિક રવિચંદ જેસ્વાણીની વરણી કરાઈ

મોરબી જીલ્લા NIMA નાં પ્રમુખપદે ડૉ. હાર્દિક રવિચંદ જેસ્વાણીની વરણી કરવામાં આવી છે પોતાના વિવિધ સેવાકાર્યથી સમાજમાં જાણીતા ડૉ. હાર્દિક છેલ્લા 10 વર્ષથી “હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ”ના પ્રમુખ છે અને અન્ય ટ્રસ્ટમાં પણ ટ્રસ્ટી છે. કોરોનાનાં કપરા સમયે તેમણે કરેલ ફૂડ પેકેટ વિતરણ, માસ્ક-સેનેટાઇઝર-ગ્લોઝ વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પસ વિગેરે કાર્યોની પ્રશંસા કરી “અખિલ ભારતીય વૈશ્ય મહાસંમેલન” દ્વારા તેમનું સમ્માન કરવામાં આવેલ.

આ ઉપરાંત ખાસ તો તેઓ વર્ષોથી મા/બાપ વગરની દીકરીઓના સમૂહલગ્ન પણ કરાવે છે. આટલી નાની ઉંમરે આ સેવાભાવ જોઈ અત્યંત હર્ષની લાગણી થાય છે. મોરબી જિલ્લાના NIMA ના પ્રમુખપદે નિમણૂક કરવામાં આવી