મોરબી : લોકોને ભાજપનો વિકાસ ના દેખાણો સભામાં ખુરશીઓ ખાલી રહી

કેન્દ્ર કક્ષાના મંત્રીની સભામાં ખુરશી ખાલી રહેવી તે ભાજપ માટે વિચારવા જેવું સ્થાની નેતાઓ પોતાનું વર્ચસ્વ ના બતાવી શક્યા 

મોરબીમાં શહેરમાં ભરોસા ની ભાજપ સરકાર એવાં હોડીગ લાગ્યા છે પણ ગૌરવ યાત્રા માં મોરબી નાં લોકો એ ભરોસો ન બતાવતા નહેરુ ગેઇટ ચોક માં ખુરશીઓ ખાલી જોવા મળી હતી

વિધાનસભાની ચૂંટણીને લઈને હવે ભાજપ એક્શન મોડમાં આવ્યું છે, ગુજરાત ગૌરવ યાત્રા યોજવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લામાં નહેરુ ગેટ ખાતે આવી પહોંચી હતી. જેમાં કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ સહિતના અગ્રણીઓ જોડાયા હતા. જ્યાં મંત્રી પીયુલ ગોયલે સભા પણ સંબોધી હતી પરંતુ આ સભામાં મોટાભાગની ખુરશીઓ ખાલી પડી હતી. અને ભાજપની સભામાં મોટાભાગના ભાજપના કાર્યકરો ગેરહાજર રહેતા શહેરીજનોમાં કુતુહલ સર્જાયું

આગામી સમયમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને લઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત રાજ્યના અલગ અલગ પાંચ વિસ્તારોમાં ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે