કરોડો ના મકાન રહેતા અમીરો ને ગરીબો ની દિવાળી ની શું ખબર પડે !

સરા ચોકડી પર ડીમોલેશન થી દરરોજ ૧ થી ૨ લાખ ના વેપાર નું નુકશાન – શું આવી રીતે લુખ્ખા તત્વો પર અંકુશ આવશે ??

વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ શહેર માં દિવસે અને દિવસે લુખ્ખા તત્વો નો આંતક વધતો જઈ રહ્યો છે , તાજેતરમાં જ દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સરા ચોકડી નજીક ફાયરિંગની ઘટના બની હતી ત્યારબાદ પોલીસ લાઈન વિસ્તારમાં ચીલ ઝડપ નો બનાવ બન્યો હતો.

તેમજ અન્ય એક વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારવાનો બનાવ બન્યો હતો , આમ અલગ અલગ બનાવ થી હળવદમાં કાયદો અને વ્યવસ્થા જાણે માત્ર નામનો જ હોય તેવી ચર્ચાઓ જાગી છે ત્યારે પોલીસ તંત્ર હોય કે પછી નગરપાલિકા તંત્ર માત્ર ડિમોલેશનના નામે ગરીબ પરિવારોની રોજીરોટી છીનવાય છે જો ખરેખર ડિમોલેશન કરવું જ હોય તો દિવાળીના પરબ પર શું કામ સરા ચોકડી પર ડીમાલેશન કરવાથી અંદાજિત ૩૦ જેટલા ધંધાર્થીઓના ૧૦૦ થી વધુ વ્યક્તિ નું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનશે જો એક વેપારી દરરોજ 3,000 થી 4,000 નો વેપાર કરતાં હોય તો દરરોજના એક લાખ થી બે લાખ વચ્ચે આર્થિક નુકસાન વેપારમાં થશે

એ વેપારથી નભતા અનેક વેપારીઓ સહિતનાઓને પણ આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે ત્યારે ડિમોલેશન કરવાથી નાના પરિવારોની રોજી રોટી છીનવાઈ એ આ કરોડોના મહેલમાં રહેતા નેતાઓને કે અધિકારીઓને ક્યાંથી દેખાય એ લોકોને ક્યાં ખબર હોય કે ગરીબ પરિવારોને દિવાળી કેવી હોય ? જો ખરેખર કાર્યવાહી કરવી જ હોય તો અનેક ગેરકાયદેસર બિલ્ડીંગો જેના પર બુલ્ડોઝર ફેરવવાની જરૂર છે તેમ જ લુખ્ખા તત્વો નો જાહેરમાં સરઘસ કાઢી પાઠ ભણાવવાની જરૂર છે તો આવી કામગીરી કરવાને બદલે નાના માણસોને ક્યાં સુધી ટાર્ગેટ બનાવશો એવી ચર્ચાઓ પણ હળવદમાં જોર પકડ્યું છે જેસરા ચોકડી 24 કલાક ધમધમતી હોય તે અત્યારે વેરાન રણ બની ગયું છે