માળીયા : ૩૨૨ લાખના ખર્ચે નિર્માણ પામશે અદ્યતન તાલુકા પંચાયત ભવન

માળીયા(મિં) તાલુકા પંચાયત ભવનનું ખાતમમુહુર્ત કરતા રાજ્યમંત્રી બ્રિજેશ ભાઇ મેરજા

“ગુજરાતના અન્ય તાલુકા પંચાયત કરતા માળીયા તાલુકા પંચાયત માટે સવાઈ રકમ મંજૂર કરવામાં આવી છે –   રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા

સામાન્ય તાલુકા પંચાયત કરતા માળીયા તાલુકા પંચાયત માટે સવાઈ રકમ મંજૂર કરવામાં આવી છે તેમ શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ પંચાયત સ્વતંત્ર હવાલો ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ હર્ષભેર જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, છેવાડાના વિસ્તાર એવા માળિયા તાલુકામાં વિકાસ બુલેટ ગતિથી થઈ રહ્યો છે. તમામ ગામડાઓમાં પ્રાથમિક જરૂરિયાતો ઉપ્લબ્ધ કરાવવામાં આવી છે અને હજી ખૂટતી કડીઓ પુરાવા સરકાર કટિબદ્ધ છે.સરકારના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ માળીયા તાલુકા માટે સિંચાઈ સુવિધા માટે ૧૬૨ કરોડ તથા રસ્તાઓ માટે ૧૭૦ કરોડથી વધુ રકમ મંજૂર કરવામાં આવી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ તકે સહકારી અગ્રણીશ્રી મગનભાઈ વડાવિયાએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન તાલુકા વિકાસ અધિકારીશ્રી આર.એ. કોંઢિયાએ કર્યું હતું. આ માળીયા તાલુકા પંચાયત ભવનનું ૫૮૮.૦૬ ચો.મી. વિસ્તારમાં બાંધકામ કરવામાં આવશે. વાહન પાર્કિંગ થી લઈને ફર્નિચર જેવી અન્ય અદ્યતન સુવિધાઓ સાથે તાલુકા પંચાયત કચેરીનું બાંધકામ કરવામાં આવનાર છે.

આ ખાતમુહુર્ત કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયા, માર્ગ અને મકાન વિભાગ(પંચાયત) ના કાર્યપાલ ઈજનેર એ.એન.ચૌધરી, માળીયા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠોડ, ઉપપ્રમુખશ્રી સવજીભાઈ કરોરિયા, કારોબારી સમિતિના ચેરમેન નિર્મળસિંહ જાડેજા, અગ્રણી સર્વે જયુભા જાડેજા, બાબુભાઈ હુંબલ, જ્યોતિસિંહ જાડેજા, મણીલાલ સરડવા, સુભાષભાઈ પડસુંબિયા સહિત માળિયા તાલુકાના પદાધિકારી/અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.