આમ આદમી પાર્ટીમાંથી 66 પડધરી ટંકારા વિધાનસભાના ઉમેદવાર તરીકે સંજય ભટાસણાની પસંદગી

ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીએ પાંચમી યાદીનું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં 66 પડધરી-ટંકારા વિધાનસભાના ઉમેદવાર તરીકે મોરબીના યુવા ઉદ્યોગપતિ અને લોકચાહના ધરાવતા સંજયભાઈ ભટાસણાની પસંદગી કરવામાં આવી છે. સંજયભાઈ ભટાસણા આગામી દિવસોમાં ખેડૂતો અને લોકપ્રશ્નને વાચા આપશે. તથા પાટીએ વિશ્વાસ મુકી પસંદગી કરવા બદલ આમ આદમી પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો