“સરકાર દ્વારા રાજ્યમાં ૨૬૦૦ થી વધુ ગ્રામ પંચાયત ઘર મંજૂર કરવામાં આવ્યા છે”– રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા
રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબી તાલુકાના લક્ષ્મીનગર ખાતે ૧૭ લાખના ખર્ચે નિર્માણ પામનાર ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહુર્ત કર્યું હતું.




મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ૨૬૦૦ થી વધુ ગ્રામ પંચાયત ઘર મંજૂર કરવામાં આવ્યા છે તેમ શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે, લક્ષ્મીનગર ખાતે જીર્ણ થયેલા પંચાયત ભવનને સ્થાને અદ્યતન ટકાઉ મજબૂત અને સુવિધાસભર ગ્રામ પંચાયત ઘર નિર્માણ પામશે. સરકાર દ્વારા તમામ ક્ષેત્રે નિષ્ઠા, પારદર્શિતા અને પ્રામાણિકતાથી તમામ વિકાસ કાર્યો કારવામાં આવી રહ્યા છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ ખાતમુહુર્ત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી વિપુલભાઈ જીવાણી, વહીવટદાર ઈશ્વરભાઈ કાસુન્દ્રા, પૂર્વ સરપંચ બાલકૃષ્ણભાઈ, પૂર્વ ઉપસરપંચ પ્રવિણભાઈ, ગામના અગ્રણી સર્વ હંસરાજભાઈ પાંચોટીયા, હર્ષદભાઈ પાંચોટીયા, રવજીભાઈ ભાંખોડીયા, દુર્લભજીભાઈ, સવજીભાઈ સુરાણી, કાંતાબેન, ગોવિંદભાઈ સહિત ગામના આગેવાનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
