ટંકારા : “આપ” ના ઉમેદવારના સમર્થનમાં પદયાત્રા અને જનસંવાદ કાર્યક્રમ યોજાયો

ટંકારા ખાતે આમ આદમી પાર્ટી ના 66 ટંકારા પડધરી વિધાનસભાના ઉમેદવાર સંજયભાઈ ભટાસણા ના સમર્થનમાં પદયાત્રા તેમજ ટંકારા ગામ ના ઉગામના નાકે જનસંવાદ કાર્યક્રમ રાખેલ હતો

તેમાં પંજાબ ના કેબિનેટ મિનિસ્ટર હરભજનસિંઘ ઇટીયો તેમજ મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા, કચ્છ લોકસભાના ઉપાધ્યક્ષ પંકજભાઈ રાણસરિયા, ગુજરાત પ્રદેશ ટ્રેડિંગ વિંગ ના ઉપપ્રમુખ ગિરીશભાઈ પેથાપરા, પડધરી તાલુકા પંચાયત સદસ્ય સાગરભાઇ પાંભર , 66 ટંકારા પડધરી વિધાનસભાના સંગઠન મંત્રી નરોત્તમભાઈ ગોસરા, મહિપાલસિંહ જાડેજા, છગનભાઈ કાનાણી, દિવ્યેશભાઈ મગુનિયા, સહસંગઠન મંત્રીઓ, મોરબી જિલ્લા ટીમના તમામ હોદ્દેદારો, પડધરી ટીમ ના તમામ હોદેદારો અને મહિલા વિંગ ના તમામ હોદેદારો તેમજ ટંકારા ગામ તેમજ આસપાસ વિસ્તાર ના બહોળી સંખ્યા મા લોકો જોડાયા હતા