મોરબી: ટંકારાના લજાઈ ચોકડી પાસે આવેલ ધરતીધન હોટલની બાજુમાં આવેલ નર્સરી પાસે રોડની બાજુમાં રૂપિયા કેમ નથી આપતો તેમ કહી યુવાન પર ત્રણ શખ્સોએ કુહાડી અને ધોકા વડે હુમલો કર્યો હતો જેમાં બ્રેજા કારના આગળ-પાછળના કાચ તોડી નાખી યુવાનને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનારે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નશીતપર ગામે રહેતા પ્રકાશભાઇ રમેશભાઈ કુંડારીયા (ઉ.વ.૩૨) એ આરોપી પંકજભાઈ દયારામભાઈ મસોત રહે. લજાઈ તા. ટંકારા વાળા તથા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૯-૧૦-૨૦૨૨ ના રોજ સાંજના આશરે સાડા છએક વાગ્યાના અરસામાં આરોપી પંકજભાઈએ ફરીયાદીને રૂપીયા કેમ નથી આપતો તેમ કહી તેના હાથમા રહેલ કુહાડી વડે ફરીયાદીની બ્રેજા કાર રજીસ્ટર નંબર- GJ-36-L-0331 ની ગાડીના આગળના કાચમા મારી ફોડી નાખી તથા એક ધા પાછળના કાચમા મારી કાચ તોડી નાખી તથા આરોપી અન્ય બે શખ્સોએ લાકડાના ધોકકા વડે ગાડીના ડ્રાઇવર તરફના કાચ તોડી નાખી તથા આરોપી પંકજભાઈએ ફરીયાદીને ગાળો આપી તથા ફરી તથા સાહેદ રમેશભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર પ્રકાશભાઇએ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈ.પી.કો.કલમ – ૪૨૭,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.