મોરબી : સી.બી. એન્ટરપ્રાઈઝ દ્વારા ALA ફ્રેશ જ્યુસનું લોન્ચિંગ

મોરબી સી.બી. એન્ટરપ્રાઈઝના ભદ્રેશભાઈ પટેલ અને ચંદ્રેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજે શનાળા નજીક આવેલ પેઢીના ગોડાઉનમાં લોન્ચિંગ સેરેમની યોજાઈ હતી જેમાં ALA ફ્રેશ જ્યુસને લોન્ચ કરવામાં આવ્યું હતું જે કંપનીની વર્ષ ૨૦૧૩ માં મહાવીર બેવરેજના એમડી આશીક જૈન દ્વારા આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે શરૂઆત કરવામાં આવી હતી જે ભારતની એકમાત્ર કંપની છે જે ૧૦ રૂપિયાની કિમતની બોટલમાં ૧૨-૧૨ ફ્લેવર્સ આપે છે

જ્યુસની લાઈફ ૯ મહિનાની છે જ્યુસમાં કોઈપણ જાતના કેમિકલ કે સેકરીન આવતા નથી જ્યુસમાં ફ્રુટનો પલ્પ અને પ્યોર સુગરનો ઉપયોગ કરવામાં આવે છે આ જ્યુસ ની બોટલ HDPE ના મટીરીયલમાંથી બનાવામાં આવે છે એટલે જે પ્લાસ્ટિક કરતા વધુ સારું અને પુરે પૂરું રિસાયકલ કરી શકાય છે બોટલ સંપૂર્ણ રીસાયકલ થઇ સકે તેવા મટીરીયલ્સમાંથી બનાવવામાં આવી છે જેથી પ્લાસ્ટિક ફ્રી ઝુંબેશને પણ વેગ મળશે

અગાઉ જ્યુસ બોટલ થાઈલેન્ડથી ઈમ્પોર્ટ કરવામાં આવતું હતું પરંતુ પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત હવે ભારતમાં જ મેન્યુફેક્ચરિંગ કરવામાં આવી રહ્યું છે ફ્રુટ જ્યુસ બનાવવા ખેડૂતો પાસેથી ફ્રુટ ખરીદી કરી પલ્પ બનાવી જ્યુસ બનાવાય છે જેથી ખેડૂતોને ફ્રુટની ખેતી તરફ પ્રોત્સાહન મળશે

સૌરાષ્ટ્ર – કચ્છની માસ્ટર ડીલરશીપ મોરબી ખાતે સી બી એન્ટરપ્રાઇઝમાં છે અને આવનારા સમયમાં દરેક જિલ્લા અને તાલુકામાં ડીલરશીપ આપવામાં આવશે અને યુવાનોને નવી રોજગારીનો લાભ મળશે વધુ માહિતી માટે ચંદ્રેશભાઈ પટેલ મોબાઈલ નંબર 97240 08666 અને ભદ્રેશભાઈ પટેલ મોબાઈલ નંબર 99797 08666 તેમજ ઓફીસ મોબાઈલ નંબર 76210 76211 પર સંપર્ક કરી શકાશે