મોરબી : ABVP દ્વારા TET 1-2 ની પરીક્ષા આપવા માટે B.Ed. ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને લાયક ગણવા રજુઆત કરી 

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા 74 વર્ષથી રાષ્ટ્રીય પુનઃનિર્માણ ના વિચાર સાથે વિદ્યાર્થી હિત અને રાષ્ટ્રહિતની ચિંતા કરતું આવ્યું છે.શિક્ષણ વિભાગ દ્વારા ગત દિવસોમાં TET-1 અને TET-2ની પરીક્ષા જાહેરાત કરવામાં આવેલ છે. છેલ્લા ઘણા સમય થી આ પરીક્ષાની માંગ વિદ્યાર્થી પરિષદ કરતું આવ્યું છે ત્યારે પરીક્ષાની જાહેરાતનું અ.ભા.વિ.પ સ્વાગત કરે છે.

તેમજ ઉપરોક્ત વિષય NCTE ના 11/02/2011 ના No764/2010ના પરિપત્ર મુજબ આગામી દિવસોમાં યોજાનાર આ TET 1-2ની પરીક્ષામાં NCTEના પરિપત્ર તેમજ કેન્દ્ર સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા જે રીતે CTETની પરીક્ષામાં B.Edના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી ને પરીક્ષા આપવાની તક મળે છે તેમજ કેન્દ્ર સરકાર ના ભરતી પ્રક્રિયા પ્રમાણે આગામી સમયમાં રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત દ્વારા લેવાનાર TET 1-2ની પરીક્ષા આપવા માટેની શૈક્ષણિક B.Ed ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પણ TET 1-2ની પરીક્ષા આપી શકે તે પ્રકારની જોગવાઈ કરવામાં આવે તેવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આપને ભવદીય શિક્ષણ મંત્રી ને આ બાબતે યોગ્ય નિર્ણય કરવા માટે રજુઆત કરવામાં આવે તેવી માંગ કરે છે