મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી રૂરિયાતમંદ મહિલાઓની વ્હારે આવ્યું

મોરબી ખાતે ગત તારીખ 17મી અને 18મી ઑક્ટોબર 2022ના રોજ, મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ નીલકંઠ સ્કૂલ અને આધ્યા ફાઉન્ડેશનના સહયોગથી નીલકંઠ સ્કૂલમાં ઘરેથી પોતાનો વ્યવસાય કરતી જરૂરિયાતમંદ મહિલાઓને એક મંચ પૂરો પાડ્યો હતો. જે મહિલાઓએ તેમનો સામાન વેચ્યો હતો તેમને સારો નફો થયો હતો.

આ પ્રદર્શની માં હજારો લોકો ભેગા થયા, તમામ 29 સ્ટોલને વિવિધ કેટેગરીમાં પુરસ્કૃત કરવામાં આવ્યા છે. મુસ્કાન વેલ્ફેર સોસાયટી જનતાની સેવા માટે હંમેશા તત્પર છે અને ભવિષ્યમાં પણ આવા જરૂરિયાતમંદ લોકોને મુસ્કાન વેલ્ફેર સોસાયટી મદદ કરતી રહેશે