મોરબી : આર. ઓ. પટેલ મહિલા કોલેજ દ્વારા બે દિવસીય એડવેન્ચર કમ ટ્રેકિંગ કેમ્પ યોજાયો

શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી રેવાબેન ઓધવજીભાઈ મહિલા કોલેજ દ્વારા બેદિવસીય એડવેન્ચર કમ ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં F.Y. B.Com. માં અભ્યાસ કરતી સ્ટુડન્ટ્સ બહોળી સંખ્યામાં ઉત્સાહભેર જોડાઈ હતી.

પ્રથમ દિવસે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકોર ગામથી 10 KM દૂર ગાઢ જંગલ મધ્યે કેમ્પ સાઇટમાં સ્ટે કરેલ હતો. શહેરની વૈભવશાળી લાઈફ સ્ટાઇલ છોડીને નહીવત સુવિધાઓ વચ્ચે પ્રકૃતિનાં સાનિધ્યમાં દોઢ દિવસ પસાર કરેલ હતાં. જંગલમાં ટ્રેકિંગ દરમિયાન નાના-મોટા ઝાડ પશું-પક્ષીઓના અવાજ વગેરે માહિતી મેળવી હતી. દોળાવંતા લેકનો ટ્રેક કરેલ હતો જેમાં ત્યાંના આજુબાજુના દેશી નળીયાના ઘર તથા ત્યાંના લોકોની જીવનશૈલી વિશેની માહિતી મેળવેલ હતી. ભાદર રિવર વોટરફોલ વાવકુવા ખાતે વોટરફોલ નિહાળેલ હતો ત્યારબાદ મહી નદી પર બંધાયેલ કડાણા ડેમની મુલાકાત લેવામાં આવેલ હતી ત્યાંના હાઈડ્રો પાવર પ્રોજેક્ટ વિશેની પણ માહિતી મેળવેલી હતી. કડાણા ડેમ પર આવેલ સનસેટ પોઇન્ટની પણ મુલાકાત લીધેલ હતી.

લવાણા ગામ ખાતે આવેલ કલેશ્વરી હેરિટેજ સાઇટની પણ મુલાકાત લેવામાં આવેલ હતી ત્યાં સાસુ વહુની વાવ, શીલા લેખ વાળું મંદિર, સ્નાનકુંડ, 240 પગથીયા ઉપર આવેલ ભીમ ચોરી જેવી વગેરે પૌરાણિક જગ્યાની મુલાકાત લીધેલ હતી. વિદ્યાર્થીનીઓમાં ડર દૂર થાય તે હેતુથી જુદી જુદી 10 પ્રકારની હાઇ રોપ એડવેન્ચર એક્ટિવિટી કરવામાં આવેલી હતી.

બીજા દિવસે બપોર પછી 51 શક્તિપીઠ માંથી ગુજરાતમાં આવેલ બીજા નંબરની શક્તિપીઠ શ્રી મહાકાળી માતાજીના પાવાગઢ ખાતે રોપ વે માં બેસીને દર્શન કરેલ હતા તથા પર્વત મધ્યે આવેલ દુધિયા તળાવની પ્રદક્ષિણા કરેલ હતી. પાવાગઢ ખાતે પર્વત પર આવેલ માચી સુધીના વાંકાચુકા રસ્તાની મુસાફરીનો પણ લ્હાવો લીધેલ હતો. રાત્રે વડોદરા ખાતે PVR થિયેટરમાં તાજેતરમાં રિલીઝ થયેલ અને ઓસ્કાર એવોર્ડમાં નોમિનેટ થયેલ લાસ્ટ પિક્ચર શો ગુજરાતી મુવી જોયેલ હતું.

બેદિવસીય એડવેન્ચર કમ ટ્રેકિંગ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન થાય તે માટે રાજકોટ ડિવિઝન હેઠળના મોરબી ST ડેપો દ્વારા બે ડિલક્સ બસની વ્યવસ્થા કરી આપવામાં આવેલ હતી તો આ તકે કોલેજ દ્વારા મોરબી ST વિભાગનો પણ આભાર માનવામાં આવ્યો હતો તથા બંને બસના ડ્રાઇવર હરેશભાઈ ધ્રાગા તથા વિક્રમભાઈ વીરડા નો પણ કોલેજ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.

બેદિવસીય એડવેન્ચર કમ ટ્રેકિંગ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે કોલેજના કોમર્સ ડિપાર્ટમેન્ટ ના HOD મયુરભાઈ હાલપરા તથા અધ્યાપકગણમાં હાર્દિકભાઈ દલસાણીયા, દ્રષ્ટિમેમ, સ્નેહામેમ એ ભારે જહેમત ઊઠાવી હતી.