નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ-સ્કુલના નાના ભૂલકાઓનું મોટુ કામ

નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ-સ્કુલ હંમેશા શિક્ષણની સાથે સાથે બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન થાય એ માટે બાળકો દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ થતી જ રહે છે જ્યારે દિવાળી નજીક આવી રહી છે ત્યારે નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ-સ્કુલના બાળકોમાં નાનપણથી જ એક સેવાભાવ ઉત્પન્ન થાય ઉપરાંત સમાજમાં જરૂરિયાતમંદ બાળકોને આપણે કઈ રીતે ઉપયોગી થઈ શકી એ ભાવના કેળવવા માટે દિવાળીની ઉજવણી જરૂરિયાત મંદ બાળકો સાથે મુલાકાત કરાવી અને તેમના હાથે જ નાના બાળકોને મીઠાઈ, કપડા તથા રમકડાની ભેટ આપીને એમની સાથે ઉજવણી કરી હતી.

આ ઉપરાંત બાળકોમાં નાનપણથી જ એક કૃતજ્ઞનતાની ભાવના પણ ઉત્પન્ન થાય તે માટે નાના ભૂલકાઓ દ્વારા કપડાં,નાસ્તો તેમજ બાળકોને ઉપયોગી ઘણીબધી વસ્તુઓ પોતાના ઘરેથી લઇ આવીને જરૂરિયાત મંદ બાળકોના ચહેરાઓ સ્મિતથી ઝળહળી ઉઠ્યા હતા નાના બાળકોના આ મોટા કામ થી વાલીઓમાં પણ ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો તમામ બાળકોને સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા તેમજ પ્રિન્સિપાલ ડૉ. મંજુ મેડમ એ ખુબ બિરદાવ્યા હતા