વાંકાનેરના આઈમાતા હોટેલ પાછળ રોડ પર થી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો.

વાંકાનેર ના વઘાસિયા ટોલનાકાના નજીક થી એક અજાણ્યા પુરુષ નો મૃતદેહ મળતા પોલીસ દ્વારા તપાસ નો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસને ફોન કોલ દ્વારા જાણવા મળેલ કે વાંકાનેર થી વઘાસિયા ટોલનાકા તરફ જતા રોડ આવેલ આઇમાતા હોટલ પાછળના રસ્તા પર સાઇડ ના બોર્ડ ની પાસે થી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આ અંગે પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા સ્થળ પર જઈ પ્રાથમિક તપાસ કરી તપાસ નો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.