મોરબીમાં સરદાર પટેલ જન્મ જ્યંતી સપ્તાહ ઉજવણીના ભાગરૂપે સાયકલ રેલી યોજાઈ

સાયકલ રેલીમાં તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શિક્ષકો જોડાયા

સમગ્ર ભારત ભરમાંઆગામી 31,ઓકટોબરના રોજ ભારતની એકતા અને અખંડીતતાની મિશાલ એવા લોહ પુરુષ સરદાર પટેલની જન્મ જ્યંતીની ભવ્ય અને દિવ્ય ઉજવણી થવા જઈ રહી છે સરદાર પટેલ એટલે એવું વ્યક્તિત્વ કે જેઓ નાનામાં નાની વ્યક્તિઓનો ખ્યાલ રાખતા અને એના સુચનનો સ્વીકાર કરતા હતા ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થયા બાદ ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન બન્યા બાદ એક વખત તેઓ દિલ્હીના રાજમાર્ગ પર ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક પોસ્ટમેનને જોયા કે જેઓ પોતાના વતનના પોસ્ટમેન હતા બારડોલી સત્યાગ્રહમાં એ પોસ્ટમેન પણ જોડાયા હતા તરત જ ગાડી ઉભી રાખી અને એમની પાસે ગયા પૂછ્યું આપ અહીં કેમ? પોસ્ટમેન કહ્યું કે હું દિલ્હી કામ સબબ આવ્યો છું રહેવાનું પૂછ્યું તો પોસ્ટમેને કહ્યું કે હોટેલમાં રહું છું,સરદાર જાણતા હતા કે પોસ્ટમેનની આર્થિક સ્થિતિ હોટેલમાં રહેવા જેવી સારી નહોતી એટલે સરદાર પોસ્ટમેનને પોતાની સાથે લઈ ગયા અને પોતાના બંગલે જ એમને ઉતારો આપ્યો, વાતવાતમાં પોસ્ટમેને કહ્યું સરદાર સાહેબ.!મારી નોકરી હાલ બનાસકાંઠામાં પાકિસ્તાનની સરહદે છે,એ સરહદ પર બૉર્ડરની સુરક્ષા માટેની એક પણ ચોકી નથી આમ પોસ્ટમેન થોડા દિવસ રોકાઈને પોતાની ફરજ પર પરત પહોંચતા જોયું તો આશ્ચર્યચકિત થઈ ગયા સરહદ પર ચોકી સ્થપાઈ ગઈ હતી

આવી રીતે સરદાર નાનામાં નાના માણસનો ખ્યાલ રાખતા હતા અને એમના સુચનને સ્વીકારતા હતા, આ પોસ્ટમેન જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી સરદારના વખાણ કરતા રહ્યા આવા સરદાર પટેલની જન્મ જ્યંતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સરકાર દ્વારા તા.25.10.22 થી તા.31.10.22 સુધી વિવિધ કાર્યક્રમો આપેલ છે જેના ભાગરૂપે નવા બસ સ્ટેન્ડ શનાળા રોડ સરદાર પટેલની પ્રતિમા પાસેથી તાલુકા વિકાસ અધિકારી વિપુલભાઈ જીવાણી, દિનેશભાઈ ગરચર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિત પ્રાણજીવનભાઈ વિડજા મણિલાલ સરડવા, દિનકરભાઈ મેવા, સુરેશભાઈ ઠોરિયા, રમેશભાઈ ભાટિયા વગેરે શિક્ષકોએ સાયકલ રેલી યોજી હતી.