મોરબીના સોખડા ગામના પાટીયા નજીક બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો.

મોરબીના સોખડા ગામના પાટિયા નજીક ગફલત ભરી રીતે ચલાવતા બાઈક ચાલકનું બાઈક સ્લીપ થતા પહોંચી હતી ઉપરાંત બાઈક પર સવાર અન્ય એક યુવકને પણ ગંભીર જાઓ પહોંચી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સોખડા ગામના પાટીયા નજીક આ કામના ફરિયાદી રાણાભાઇ ગોકળભાઈ સોહલા ના માસી ના દિકરા ગોપાલભાઈ તથા પાછળ બેસેલ રાહુલભાઈ તથા અન્ય મિત્રો કચ્છમાં મોમાઈ મોરા દર્શન કરી ઘરે પાછા ફરતા હોય ત્યારે ફરિયાદીના માસીના દીકરા ગોપાલભાઈ ગડુભાઇ સભાડ ઉંમર વર્ષ 18 વાળા પોતાના હવાલા વાળું બાઈક હીરો કંપનીનો સ્પ્લેન્ડર પ્લસ સ્પીડમાં બેદરકારીથી પોતાની તથા મનુષ્યની જિંદગી જોખમ તે રીતે ચલાવી નીકળતા સોખડા ગામના પાટીયા નજીક ખાડો આવતા સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો હતો ત્યારે ગોપાલભાઈ અને ગંભીર જાઓ પહોંચી હતી ઉપરાંત પાછળ બેસેલ રાહુલભાઈ ને પણ ગંભીર જાઓ પહોંચી હતી ત્યારે તેમનું મોત નિપજ્યું હતું જે અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે