મચ્છી પીઠ નજીકથી જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમી ઝડપાયા.

મોરબીના એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવતા મચ્છી પીઠ વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.

ત્યારે આ અંગે વધુ માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા મોરબી ના મચ્છી પીઠ વિસ્તારમાં રેઇડ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ ને સ્થળ પરથી જાહેરમાં જુગાર રમતા આરોપી

(૧) રફિકભાઈ મોવર 

(૨) કાંતિભાઈ ઉર્ફે મિથુન ડાભી 

(૩) ઇમરાન ઉર્ફે ચકલી મોવર તમામ મોરબી વાળા મડી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત તેમની પાસેથી રોકડ રકમ ૧૬,૭૯૦/- કબ્જે કરવામાં આવ્યા છે. ઉપરાંત જુગારધારા અંતર્ગત ગુન્હો નોંધી કાયૅવાહી હાથ ધરવામાં આવી છે.