હળવદ માળિયા હાઇવે પર ખાખરેચી ગામ નજીક પેપર મીલમાં આગ લાગી.

ગઈકાલે રાત્રે હળવદ માળિયા હાઇવે પર આવેલ ખાખરેચી ગામ નજીક એક પેપર મીલની ફેક્ટરીમાં કોઈ કારણસર આગ ભભુકી ઉઠી હતી ત્યારે ફાયર ફાઈટર ની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને આગને કાબૂમાં લાવવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા.

ગત રાત્રે લેમિટ પેપર મીલ નામની એક ફેક્ટરીમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી ત્યારે આ અંગે જાણ થતા ફાયર ફાઈટર ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગને કાબુમાં લાવવા માટેના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા હતા. એક કલાકની ભારે મહેનત બાદ આગ કાબુમાં આવી હતી. આગને કાબૂમાં લાવવા માટે હળવદ ફાયર ફાઈટર અને મોરબી ફાયર ફાઈટર ની ટીમે સંયુક્ત કામગીરી કરી હતી.