મોરબીમાં ગત રાત્રે ઝૂલતા પૂલ તૂટવાથી ઈજાગ્રસ્ત થયેલા 20 વર્ષીય યુવકની આયુષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડો.મિલન મકવાણા (ન્યુરો સર્જન) અને ટીમે 7 કલાક સુધી સઘન સર્જરી કરીને દર્દીનો જીવ બચાવ્યો. દર્દીને આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો તે સમયે દર્દીની હાલત નાજુક હતી. બ્રિજ પરથી પડી જવાને કારણે દર્દીને છાતીના પાછળના ભાગે ઈજા થઈ હતી, કમરમાં 11 અને 12 મણકા અને પાછળના ભાગમાં 3 અને 4 મણકા નંબરના ભાગે ફ્રેક્ચર થયું હતું અને કરોડરજ્જુ ની ઈજાના કારણે મળ અને મુત્રમાર્ગ સહીત બન્ને પગમાં પેરાલીસીસ થઇ ગયું હતું.
આવા સંજોગોમાં દર્દીનું તત્કાલીક ઓપરેશન જરુરી હોય તો દર્દીને તત્કાલીક ઓપરેશન માટે લેવામા આવ્યુ. 07 કલાકની જટિલ સર્જરી દરમિયાન, 12 સ્ક્રૂ મણકામાં નાખવામાં આવ્યા હતા. તબીબ ડો.મિલન મકવાણા (ન્યુરો સર્જન) & ટીમની મહેનતના કારણે દર્દીનું ઓપરેશન સફળ થયું હતું. હાલ દર્દી ICU માં છે. દર્દીની તબિયત સારી છે.
અત્યાર સુધી ઝુલતા પુલ તૂટી પડતાં ઈજાગ્રસ્ત થયેલા દર્દીઓને આયુષ હોસ્પિટલમાં સંપૂર્ણપણે મફત સેવા પૂરી પાડવામાં આવી છે અને આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને ઓપરેશન સહિતની સારવાર વિનામૂલ્યે આપવા આયુષ હોસ્પિટલ કટિબદ્ધ છે.