મુખ્યમંત્રી સાથે રાજ્યના મંત્રીઓ, સાંસદઓ તથા વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ જોડાયા
મોરબીના ઝુલતા પુલ ખાતે થયેલ દુર્ઘટના અન્વયે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે સતત બીજા દિવસે ઘટના સ્થળની મુલાકાત લઇ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ બચાવ અને રાહત કામગીરી અંગેની જાણકારી મેળવી જરૂરી સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ આ તકે નૌ સેના, એન.ડી.આર.એફ., આર્મી, પોલીસ વગેરે વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે જરૂરી ચર્ચા વિચારણા કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મુખ્યમંત્રી સાથે આ તકે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, પ્રભારી મંત્રી દેવાભાઈ માલમ, સાંસદ વિનોદભાઈ ચાવડા તથા મોહનભાઈ કુંડારીયા, મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાશનાથન, રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવ, રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુ, મોરબી કલેક્ટર જી.ટી.પંડ્યા સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ જોડાયા હતા.