મોરબી આમ આદમી પાર્ટીના નેતા ને નજરકેદ કરવામાં આવ્યા.

આજ રોજ મોરબી મા મોદી સાહેબ પધારતા હોય ત્યારે પ્રશાસન ની બેદરકારી ના કારણે જે પુલ દુર્ઘટના બની છે એમાં ઘણા બધા નિર્દોષ લોકો ના મોત થયા છે એના માટે જવાબદાર લોકો વિરુદ્ધ કાયદેસર પગલા લેવાય તથા ઘણા વરસો થી મોરબી સિવિલ હોસ્પિટલ મા નાના માણસો ને પીવા માટે પાણી ની વ્યવસ્થા તથા ડિલિવરી રૂમ માં કોઈ સારા બાથરૂમ ની વ્યવસ્થા ન હતી વારંવાર ફરિયાદ કરતા હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવા મા આવતા ન હતા અને જ્યારે મોદી સાહેબ મુલાકાતે પધારતા હોય ત્યારે મોરબી મા આવો દુઃખદ ઘટના બની હોય છતાં મોરબી તંત્ર દ્વારા સાહેબ ને સારું લાગવા માટે રાતોરાત જે હોસ્પિટલ નવી દુલ્હન ની જેમ સજાવટ કરતા હતા શરમ આવી જોઈ. મોરબી તંત્ર ને આવા પ્રજા ના પ્રશ્નો રજુવાત કરવા માટે ગત રાત્રે મોરબી ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજ રાણસરિયા કે જે હંમેશા પ્રજાના પ્રશ્રોને વાચા આપવા માટે તંત્ર સામે અવાજ ઉઠાવતા આવ્યા છે અને તેમની સાથે જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા અને આમ આદમી પાર્ટીના ના કાર્યકરો ગયા હતા અને તેમને તંત્રને સવાલ કર્યા હતાં. આ વાત ના ડર અને પોતાની પોલ છતી ના થાય તે માટે તંત્ર દ્વારા આમ આદમી પાર્ટી ના નેતા તથા કાર્યકરો ને નજર કેદ કરવા મા આવ્યા..