મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં નાગરિકોના દિવંગત આત્માઓ ને આદરના ચિન્હૃ તરીકે રાજ્ય સરકાર દ્વારા આજે તા.૦૨ નવેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર રાજ્યના નાગરિકોના દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે ગુજરાતના તમામ ગામડાઓ, નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓ માં તા.૦૨ નવેમ્બરના રોજ વિવિધ સ્થળોએ પ્રાથર્નાસભાનું આયોજન કરવા સામાન્ય વહીવટ વિભાગ,ગાંધીનગરના પરિપત્રમાં જણાવાયું છે.



