ઝુલતો પુલ દુર્ઘટના સ્વગતોના સ્વજનોને ૨૪ કલાકમાં જ ૪-૪ લાખની સહાય ચુકવવામાં આવી

વહિવટી તંત્ર દ્વારા ઘરે ઘરે જઈને ચેક પહોંચાડવામાં આવ્યા.

મોરબીમાં ઝુલતો પુલ તૂટવાના કારણે અનેક લોકોના નિધન થયા છે. આ દુર્ઘટનાના પગલે સરકાર દ્વારા ૨૪ કલાકમાં ૪-૪ લાખની સહાયની રકમ જમા કરાવવાની મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેરાત કરી છે. જેના પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને તમામ મૃતકોના સ્વજનોને ચેક અર્પણ કરી દેવામાં આવ્યા છે. 

૨૪ કલાકમાં મુખ્યમંત્રી રાહત ફંડામાંથી ૪-૪ લાખના સહાયના ચેક અર્પણ કરી સરકારે તેમની લોકો પ્રત્યની સંવેદનશીલતાના દર્શન કરાવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પણ કાર્યક્ષમ કામગીરી કરી તલાટી-મંત્રીઓ દ્વારા મૃતકોના સ્વજનોને ઘરે ઘરે ચેક પહોંચાડવામાં આવ્યા છે.