મોરબી નગરપાલિકાને સુપર સીટ કરવા માટે મોરબીના જાગૃત નાગરિક દ્વારા શહેરી વિકાસ વિભાગના મુખ્ય સચિવ ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી છે. મોરબીમાં બનેલ ગોઝારી પુલક ઘટનાએ ઘણા નિર્દોષ લોકોનો જીવ લીધો છે ત્યારે આ બાબતે નગરપાલિકા પણ એટલી જ જવાબદાર છે ત્યારે મોરબી નગરપાલિકાને સુપર સીટ કરવા માટેની રજૂઆત શહેરી વિકાસ વિભાગના મુખ્ય સચિવ અને કરવામાં આવી છે.
ત્યારે મોરબીના જાગૃત નાગરિક અલ્પાબેન કક્કડ દ્વારા કરવામાં આવેલ રજૂઆત નીચે મુજબ છે
“અત્યંત દુઃખ સાથ જણાવવા નું કે ગત તા.૩૦-૧૦-૨૦૨૨ રવિવાર ના રોજ મોરબી મુકામે મચ્છુ નદી પર આવેલ જુલતોપુલ તુટ્યો જેમાં સરકારી આંકડા મુજબ ૧૩૪ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. આ કરૂણાંતિકા ના પડધા સમગ્ર વિશ્વ માં પડ્યા છે. સમગ્ર વિશ્વ શોકમગ્ન બન્યુ છે ત્યારે મૃતકો ને ન્યાય મળે તેમજ દીવંગત આત્મા ને શાંતિ મળે તે માટે જવાબદાર લોકો સામે તાત્કાલીક પગલા લેવા અનિવાર્ય છે.
મોરબી જુલતા પુલ દુર્ઘટના માં મોરબી નગરપાલીકા ના સતાધીશો સીધા જવાબદાર છે. નગરપાલીકા દ્વારા ઓરેવા કંપની ને જુલતા પુલ રીનોવેશન તેમજ સંચાલન ની પરવાનગી આપવા માં આવી જે પરવાનગી માં કાયદા ની જોગવાઈઓનુ ઉલંઘન થયુ છે. નગરપાલીકા ના જનરલ બોર્ડ માં આ અંગે કોઈ ઠરાવ કરવા માં આવ્યો નથી, માત્ર ત્રણસો રૂપિયા ના સ્ટેમ્પ પર કરાર કરવા માં આવ્યો છે જે કાયદાની વિરૂધ્ધ છે. નગરપાલીકા ના રોજકામ માં આ કરાર અંગે સામાન્ય સભા માં ઠરાવ કરવા માં આવશે તે બાબત નો ઉલ્લેખ છે તેમા નગરપાલીકા ના પ્રમુખ, ઉપપ્રમુખ, સ્ટેન્ડીંગ કમિટી ના ચેરમેન તેમજ ચીફઓફીસર ની સહી છે પરંતુ તેમના દ્વારા કાયદા ની નિયત પ્રક્રિયા નુ પાલન કર્યા વગર જ કરાર કરવા માં આવ્યો છે. તે દ્રષ્ટિએ પાલિકા ના સતાધીશોએ સતાનો દુરઉપયોગ કર્યો છે તે સાબિત થાય છે. જુલતા પુલ રીનોવેશન બાદ પાલીકા પાસે વેરીફીકેશન સર્ટીફિકેટ કે એન.ઓ.સી. લીધા વગર ઓરેવા કંપની એ લોકો માટે જુલતોપુલ ખુલ્લો મુકી દીધેલ છે તેવુ નગરપાલીકા ના સતાધિશો નુ કહેવુ છે તેમ છતાં પાલીકા દ્વારા આ બાબતે કોઈ પગલા લેવા માં આવ્યા નથી તેમજ જુલતો પુલ ના લોકો દ્વારા ઉપયોગ ને અટકાવવા માં આવ્યો નથી જે પાલીકા નાં સતાધીશો ની સીધી બેદરકારી સુચવે છે. ઓરેવા કંપની નાં એમ.ડી. જયસુખભાઈ પટેલ દ્વારા પ્રેસ કોન્ફોરન્સ યોજી જુલતાપુલ નુ ઉદ્ઘાટન કરવા માં આવ્યુ હતુ. સમગ્ર ગુજરાત ના લોકો ને માહિતી હતી કે મોરબી નો જુલતોપુલ ખુલ્લો મુકાયો છે પરંતુ પાલીકા નાં સતાધીશો એવુ રટણ રટે છે કે અમને જાણ જ નથી. શું બિનઅધિકૃત ઉપયોગ અટકાવવા ની જવાબદારી પાલીકા ની નથી? લોકો ની સલામતી અને સુરક્ષા ની જવાબદારી પાલીકા ની નથી?
તાજેતર માં શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી જીલ્લા ની વાંકાનેર નગરપાલીકા પાલીકા ના સતાધીશો એ સતા નો દુરઉપયોગ કર્યો છે તે કારણ આપી વાંકાનેર નગરપાલીકા ને સુપરસીડ કરવા માં આવી છે. તો જુલતા પુલ અંગે મોરબી નગરપાલીકા ના સતાધીશો એ પણ સતા નો દુરઉપયોગ કર્યો છે. કાયદા ની કલમો નુ ઉલંઘન કર્યુ છે તેમજ ફરજ માં બેદરકારી દાખવી છે વગેરે બાબત જગજાહેર છે તો મોરબી નગરપાલીકા શા માટે સુપરસીડ ન થઈ શકે? એક જ જીલ્લા ની બે નગરપાલીકા માટે શું અલગ અલગ નિયમો છે? વાંકાનેર માં તો કોઈ દુર્ઘટના પણ ઘટી નથી જ્યારે મોરબી માં ૧૩૪ લોકો ના જીવ ગયા છે જેમા નાના બાળકો પણ બહોળી સંખ્યા માં છે. આ દુર્ઘટના બાબતે માત્ર પાલીકા ના સતાધીશો જ નહીં પરંતુ ૫૨(બાવન) એ ૫૨(બાવન) કાઉન્સીલર્સ પણ જવાબદાર છે કેમકે તેમણે પણ પાલીકા ના સતાધીશો ના સતા ના દુરઉપયોગ સામે અવાજ ન ઉઠાવ્યો કે વિરોધ ન દર્શાવ્યો.
આ પત્ર દ્વારા મારી આપને વિનંતી છે કે તાત્કાલીક ધોરણે મોરબી નગરપાલીકા ને નિયમ મુજબ નોટીસ પાઠવી સુપરસીડ કરવા માં આવે. તેમજ જવાબદાર સતાધીશો સામે કાયદેસર ની કાર્યવાહી કરવા માં આવે. માનવતાવાદી અભિગમ અપનાવી મૃતકો ને ન્યાય અપાવવા ના દૈવી કાર્ય માં આપ દ્વારા યોગ્ય કરવા માં આવે તેવી અભ્યર્થના.”