ઝુલતાપુલ દુર્ઘટનાગ્રસ્ત પરિવારો માટે મોરબી એકેડેમીક એસોસિએશનની પ્રેરણાદાયી પહેલ.

ગત 30/10 ના રોજ મોરબીમાં બનેલી કાળજું કંપાવનારી ઘટનાના દુર્ઘટનાગ્રસ્ત પરિવારો પૈકી નિરાધાર બનેલા કોઈપણ ગામના કોઈપણ માધ્યમમાં અને કોઈપણ બોર્ડમાં અભ્યાસ કરતાં બાળકોને મોરબી એકેડેમીક એસોસિએશન સંપૂર્ણપણે ફ્રી માં ટ્યુશન કરાવી દેશે. અસરગ્રસ્ત પરિવાર મોરબી બહારના હશે તો પણ SAA તથા FAA ના સહકારથી તેઓને પણ આ લાભ અપાવશે. સાથોસાથ આવા બાળકોને જરુરી પુસ્તકો તથા અભ્યાસમાં ઉપયોગી તમામ સામગ્રી પણ મોરબી એકેડેમીક એસોસિએશન પુરી પાડશે અને આ બાળકોનું કેરીયર કાઉન્સિલીંગ કરી તેઓને સંપુર્ણ આત્મનિર્ભર બનાવવામાં પણ ઉપયોગી ભુમિકા ભજવશે. આ ઉપરાંત અસરગ્રસ્ત અન્ય પરિવારોને જરુરી કોઈપણ સેવા માટે પણ સંસ્થાએ સરકારશ્રીના માર્ગદર્શન અનુસાર કાર્ય કરવા તત્પરતા દર્શાવી છે. 

           

આ અંગે વધુ વિગત માટે રવીન્દ્રભાઈ ત્રિવેદી 9879024410 કલ્પેશભાઈ પુજારા 9033669310 અનિલભાઈ પરમાર 9228869439 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ દિવંગતોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા તથા સદગતની આત્માની શાંતિ માટે આગામી તારીખ 5/11 ને શનિવારે બપોરે 3 થી 4 દરમિયાન બાપા સિતારામ ચોક ખાતે મોરબી એકેડેમીક એસોસિએશનના સભ્યો તથા વિધાર્થીઓ ઉપસ્થિત રહી પ્રાર્થના કરશે.