મોરબીના મચ્છી એરિયામાં જુગાર રમતા ત્રણ આરોપીઓને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. ત્યારે આ અંગે એડિશન પોલીસ મથકમાં ફરિયાદ નોંધ કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે.





આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ આવેલ મચ્છી પીઠ વિસ્તારમાં જાહેરમાં અમુકી સમો જુગાર રમતા હોય ત્યારે પોલીસ દ્વારા ત્યાં રેડ પાડવામાં આવી હતી. પોલીસ દ્વારા તેમનું નામ પૂછતા તેઓ
(૧) નિઝામભાઈ સલીમભાઈ મોવર
(૨) ભુપેન્દ્રસિંહ ખોડુભા પરમાર
(૩) કાંતિલાલ ઉર્ફે મિથુન દેવરાજભાઈ ડાભી
વાળા હોય ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી ઉપરાંત તેમની પાસેથી રોકડ રકમ 12,700 કબજે કરવામાં આવ્યા હતા. જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
