મોરબીની ગોઝારી દુર્ઘટનાને આજે ૯ દિવસના દાડા વીત્યા ચુક્યા છે જોકે હજુ પંથક એ ગોઝારી દુર્ઘટનાને ભુલાઈ શક્યા નથી અને ચુંટણી જાહેર થયા છતાં ચુંટણીનો કોઈ માહોલ જોવા મળતો નથી અને દરેક પ્રકારની ઉજવણી પણ મોકૂફ રાખવામાં આવી રહી છે જેમાં આજે ગુરુ નાનક જયંતીની ઉજવણી પણ મોકૂફ રાખી માત્ર ધૂન ભજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
સિંધી સમાજ અને શીખ સમાજના આરાધ્ય દેવ ગુરુ નાનક જયંતીની દર વર્ષે ધામધુમ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે જોકે થોડા દિવસ પૂર્વે મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી જેના આઘાતમાંથી મોરબી હજુ બહાર આવ્યું નથી ત્યારે સિંધી સમાજ દ્વારા પણ ગુરુ નાનક જયંતીની ઉજવણી મોકૂફ રાખવામાં આવી હતી
મોરબી સિંધી સમાજ દ્વારા આજે ગુરુ નાનક જયંતી નિમિતે યોજાનાર શોભાયાત્રા અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા હતા સ્ટેશન રોડ પર આવેલ સિંધુ ભવન ખાતે સિંધી સમાજના ભાઈઓ-બહેનોએ ધૂન-ભજન કર્યા હતા અને મૃતકોની આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી