વાંકાનેર નજીક સિરામિક ફેક્ટરીમાં મશીન સાથે માથું ભટકાતા યુવકનું મોત.

વાંકાનેર નજીક આવેલ સિરામિક ફેક્ટરીમાં કામ કરતી વેળા એ મશીન સાથે માથું ભટકાતા ૧૮ વર્ષીય યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે આ અંગે વાંકાનેર સિટી પોલીસ મથકમાં નોંધ કરવામાં આવી છે.

 

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર ના બ્લીઝાર્ડ સિરામિક માં કામ કરતા વિક્રમભાઈ સુખાભાઈ બાંભવા ઉંમર વર્ષ 18 રહે ભોજપરા વાંકાનેર વાળા તારીખ 23/10 ના રોજ બપોરના પોણા ત્રણેક વાગ્યાના અરસામાં કારખાનામાં મશીન સાથે માથું ભટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોય. જ્યારે તેમને સારવાર અર્થે રાજકોટ સેલષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોય ત્યારે ત્યાં તેની સારવાર ચાલી રહી હોય બાદ તારીખ 24/10/2022 ના રોજ ફરજ પર હાજર ડોક્ટર શ્રી સચિનભાઈ ભીમાણીએ તેમને મૃત જાહેર કર્યા હતા. એ બાબતે વાંકાનેર સીટી પોલીસમાં મૃત્યુનોંધ કરવા માં આવી છે