મોરબીના મહેન્દ્રનગર ગામ ઉમા વિલેજ સોસાયટી આનંદ એપાર્ટમેન્ટની સામે મહીલા સાથે એક શખ્સે પરીચય કેળવી તેની ઘરે જઈ તેને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને મોબાઈલ ફોનથી તેમના દિકરાને ઉપાડી લય ગાયબ કરી દેવાની ધાક ધમકી આપી હોવાની ભોગ બનનાર મહિલાએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી-૨ મહેન્દ્રનગર ગામ ઉમા વિલેજ સોસાયટી આનંદ એપાર્ટમેન્ટની સામે રહેતા રેશમાબેન ગીરીશભાઈ વિડજા (ઉ.વ.૩૩)એ આરોપી રજાકભાઈ અબાસભાઈ બુખારી રહે.મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૨-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે આરોપીએ ફરીયાદી રેશમાબેન સાથે પરીચય કેળવી ફરીયાદીના ઘરે જઇ ફરીયાદીને જેમતેમ ગાળો બોલી તથા ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ મોબાઇલ ફોનથી ફરીયાદીને તથા તેમના દિકરાને ઉપાડી લેવાની અને ગાયબ કરી દેવાની ધાક ધમકી આપી હોવાની ભોગ બનનાર રેશમાબેને આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૫૦૭, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.