“પોલીસની પ્રમાણિકતા” બી ડિવિઝન પોલીસની સરાહનીય કામગીરી,યુવકને લેધર બેગ પરત કર્યું.

મોરબીના બી ડિવિઝન પોલીસ મથકના ફરજ બજવતા હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ જીવણભાઈ ડાંગર તથા કોન્સ્ટેબલ લાલભાઈ રઘુભાઈ ચૌહાણ ઉપરાંત પોલીસ કોન્સ્ટેબલ મનોજભાઈ નારણભાઈ ગોખરુ એમ બધા સર્કિટ હાઉસ તરફથી ઉમર ટાઉનશીપ રોડ ઉપર પેટ્રોલિંગ હોય તે દરમિયાન આર્થિક ગર્લ્સ હાઇસ્કુલ પાસે રોડ ઉપર પહોંચતા તે દરમિયાન રોડ ઉપર નીચેના ભાગે લેધર બેગ સારી હાલતમાં પડેલ હોય ત્યારે પોલીસ કોન્સ્ટેબલ લાલભા ચૌહાણ ને જોવામાં આવતા શંકા જતા ઉભા રહી તે લેધર તપાસ થતી મા રોકડા રૂપિયા એક લાખ પચાસ હજાર તથા એક આઇપેડ તથા એક પેન ડ્રાઈવ મળી આવતા તથા એક ડાયરી એમ વસ્તુઓ જોવામાં આવતા કોઈ રાહદારીનો કીમતી સામાન હોય જેથી જરા પણ વિચારીએ વગર પ્રમાણિકતા દાખવી તેના માલિક બાબરા તપાસ કરતા માલિક પાર્થ ભાઈ જયંતીભાઈ કાલરીયા ઉંમર વર્ષ 28 રહેશે સનેડા રોડ મોરબી વાળા નું હોય ત્યારે ખરાઈ કર્યા બાદ તેઓને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી તેમને તેમનું લેધર નું બેક પરત કરવામાં આવ્યું હતું.