હળવદ ધ્રાંગધ્રા હાઈ વે પર કવાડિયાના પાટીયા પાસે ટ્રીપલ અકસ્માત કાર, ટેન્કર અને એસટી બસ વચ્ચે અકસ્માત 

મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં 1નું મોત, 12થી વધુ ઇજાગ્રસ્ત

હળવદ તાલુકાના કવાડીયાના પાટીયા પાસે મોડી રાત્રે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર, ટેન્કર અને એસટી બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે 12થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. ઘાયલોને હળવદ-ધ્રાંગધ્રા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 

મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કવાડીયાના પાટીયા પાસે ઇકો કાર, એસટી બસ અને ટેન્કર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર મુસાફરો, ટેન્કરના ક્લીનર અને ડ્રાઇવર તેમજ ઇકો કારમાં મુસાફરી કરતા લોકો સહિત 12થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે એક વ્યક્તિનું મોત થયું હતું. ઇજાગ્રસ્તોને હળવદ અને ધ્રાંગધ્રામાં સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી.