ઠાકોર, દલવાડી તેમજ સ્થાનિક પટેલ સમાજમાં પણ ભારોભાર રોષ
ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે આજ વહેલી સવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી ત્યારે હળવદ ધાંગધ્રા વિધાનસભા સીટ ઉપર આયાતી ઉમેદવાર પ્રકાશ વરમોરા નું નામ જાહેર થતાં જ હળવદવાસીઓમાં ભારે રોષની લાગણી છવાઈ , જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી પરસોતમ સાબરીયા ને રીપીટ કરવાની વાત ચાલી રહી હતી તેમજ માત્ર સ્થાનિક ઉમેદવારે ટિકિટ આપવાની માંગ પ્રબળ ઉઠવા પામી હતી
ત્યારે પાર્ટી દ્વારા સ્થાનિક ઉમેદવારના બદલે આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવી , ઠાકોર સમાજનું પ્રભુત્વ હોવા છતાં પણ ઠાકોર સમાજને ટિકિટ ન આપવામાં આવતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે સોશિયલ મીડિયા પર ઠાકોર સમાજના લોકો રોષ ઠાલવી રહ્યા છે તેમજ દલવાડી સમાજ પણ ભારોભાર રોષમાં હોય તેવી ચર્ચાઓ જાગી છે અધૂરામાં પુરુ સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ વાયરલ થઈ છે કે હળવદમાં આવેલ ગૌશાળામાં વર્ષો પહેલા લખાવેલ એક લાખ રૂપિયા દાન ની રકમ આજદીન સુધી આપેલ ન હોય તો ઉમેદવારે એ રકમ પણ આજે ચૂકવી જવી અને દર્શન કરવા જવું આ અલગ અલગ પોસ્ટ થી સ્થાનિક રાજકારણ ગરમાયું આવ્યું છે
આયાતી ઉમેદવારે હળવદ ધાંગધ્રા ના ગામડાઓ પણ નહીં જોયા હોય તેવી પોસ્ટો પણ વાયરલ થતા હવે એ જોવાનું રહેશે કે આ આક્રોશ મત થકી શું પરિણામ લાવશે