મોરબીમાં પુલ દુર્ઘટનામાં વિધાનસભાના ઉમેદવાર ગુનેગારને સજા અને નિર્દોષને ન્યાય અપાવશે?

ન્યાય માંગતા મૃત્યકોના આત્માને કોણ ન્યાય અપાવશે ?

મોરબી જિલ્લાઓના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જાહેર થયા છે ત્યારે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં કશુર વાર તરીકે મુખ્ય આરોપી જેનું નામ છે એ હજુ ઝડપાયા નથી અને ચૂંટણી પ્રચારમાં મીડિયા સમક્ષ ઉમેદવારો ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાને ન્યાય મળે એવી કોઈ જાહેરાત મીડિયામાં જાહેર કેમ?કરતા નથી!!!

શું ? ચૂંટણી મા દાવેદાર ઉમેદવાર જાહેર થયા છે એવા ઉમેદવારો મીડિયામાં કે જાહેરમાં જનતા હિત કાર્યની સાથે સાથે નિર્દોષને ન્યાય અને ગુનેગારને સજા અપાવશે એવું કેમ કોઈ બોલતા નથી એવા અનેક પ્રશ્નો થઈ રહ્યા છે

આ મોટી દુર્ઘટના મા 135 જેટલા નિર્દોષ જીવ ગુમાવ્યો છે તેના હિતની કોઈ નેતા ન્યાય અપાવવાનું કેમ? બોલતા નથી એવા જ પણ સવાલો હાલ મોરબી શહેરમાં ચર્ચામાં ચર્ચાઈ રહ્યા છે હાલ તો આ પ્રશ્નો લોકોને સતાવી રહ્યો છે કે આ દુર્ઘટના જવાબદર વ્યક્તિઓ સામે આકરા પગલાં લેવાશે કે નહિ ?