જૂની પીપળી ગામે આજથી પાંચેક મહિના પહેલા સગીર વયની બાળાનું અપહરણ કરી ભગાડી જનાર ભોગબાનાનાર સાથે ઝડપાયો.

આજથી પાંચેક માસ પહેલા જૂની પીપળી ગામે સગીર વયની બાળાનું અપહરણ કરી ભગાડી જનાર ઈસમને આણંદ જિલ્લાના વરસડા ગામેથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા શોધી કાઢવામાં આવ્યા છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ જૂની પીપળી ગામે બનેલ બનાવને આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ સગીર વયની બાળા અને આરોપીને શોધખોળ કરી રહ્યા હોય ત્યારે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ મોરબી ને ખાનગી રહે બાતમી મળી હોય કે આ કામનો આરોપી અને ભોગ બનનાર બંને આણંદ જિલ્લાના વરસડા ગામે મજૂરી કામ કરતા હોય ત્યારે હકીકતના આધારે સ્થળ પર તપાસ કરતા ભોગ બનનાર અને આરોપી બંને આણંદ જિલ્લાના વરસડા ગામે રહેણાંક ઓરડીમાંથી મળી આવ્યા હતા ત્યારે તેમને તાલુકા પોલીસ સ્ટેશન ને શોપવામાં આવ્યા છે.