મોરબી એસઓજીની ટીમ દ્વારા વાંકાનેર નજીક વાકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ ઓવરબ્રિજ નજીકથી એક ઈશમને દેશી હાથ બનાવટની બે પિસ્તોલ તથા જીવતા પાંચ કાર્ટીશ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ એસઓજી ની ટીમ વાંકાનેર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય દરમ્યાન તેમણે ખાનગી રહે બાતમી મળી હોય કે વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ ઓવરબ્રિજ નીચે એક ઈશમ સફેદ કલરનો શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલું હોય જેનું નામ બબલુ છે તે હાજર હોય ત્યારે એસ ઓ જી દ્વારા સ્થળ પર રેડ કરવામાં આવી હતી તેના સ્થળ પરથી તેમને બબલુ કાલુસીંગ વાસકેલ ઉંમર વર્ષ 25 બિલાક કોલોની તાલુકો ગંધવાની મધ્યપ્રદેશ વાળો મળી આવ્યો હતો ત્યારે તેમની પાસેથી ગેરકાયદેસર દેશી બનાવવાની પિસ્તોલ નંગ બે કિંમત રૂપિયા 20,000/- ઉપરાંત જીવતા કર્ટિસ નંગ પાંચ કિંમત રૂપિયા 500 મળી કુલ 20,500 ના મુદ્દા માલ સાથે આર્મ્સ એક્ટ હેઠળ ધોરણ સર ની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરવામાંમાં આવી છે