બ્રાહ્મણ સમાજ મોરબીના મહામંત્રી આમ આદમી પાર્ટી માં જોડાયા.

જેમ જેમ વિધાનસભા ની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દરેક પાર્ટીના સમર્થન માં સામાજિક આગેવાનો આવી રહ્યા છે ત્યારે તાજેતરમાં ક્ષત્રિય સમાજના આગેવાન આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ ફરી પરિવર્તન ની રાજનીતિ થી પ્રેરીત થઇ આજે ભટ્ટ કનોજીયા બ્રાહ્મણ સમાજ મોરબી ના મહામંત્રી શ્રી દિપકભાઇ લખલાણી ૬૫-મોરબી માળીયા વિધાનસભા આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજભાઈ રાણસરિયા, જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા અને સહ સંગઠન મંત્રી હિતેશ ભટ્ટની આગેવાની હેઠળ આમ આદમી પાર્ટીમાં જોડાયા.