જિલ્લાની ટંકારા-પડધરી વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજય ભટાસણાએ ફોર્મ ભર્યું.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ગયું છે. ઉમેદવારોના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે ત્યારે મોરબી જિલ્લાની ટંકારા-પડધરી વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજય ભટાસણાએ આજ રોજ ફોર્મ ભર્યું છે. 

ટંકારા મામલતદાર કચેરી ખાતે સંજયભાઈ ભટાસણાએ સમર્થકો સાથે આવીને ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા બાદ સંજય ભટાસણાએ જણાવ્યું હતું કે, આજ રોજ મેં મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ એવા ટંકારા- પડધરી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. મને વિશ્વાસ છે કે, મારો જ્વલંત વિજય થશે અને જનતાનું પણ સમર્થન મને મળશે.