હળવદ ધ્રાંગધ્રા વિધાનસભા સીટ પર નું જાતિ સમીકરણ અનેક પાર્ટીઓ નું ગણિત બગડશે ?

નવા યુવા મતદારો ને પ્રથમ વખત વોટ આપવાનો ભારે ઉત્સાહ – યુવાઓ ઉમેદવાર નું ભાવિ નક્કી કરશે ! 

વિધાનસભાની ચૂંટણી માટે હવે ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે ત્યારે ઉમેદવારો માટે દિવસ ઓછા ને વેશ જાજા તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે વાત કરવામાં આવે તો હળવદ ધાંગધ્રા વિધાનસભા બેઠક પર કોળી ઠાકોર સમાજનું 26 થી 30 ટકા જેટલું મતદાન છે જ્યારે દલવાડી સમાજનું 12 થી 15 ટકા જેટલું મતદાન તેમજ પટેલ સમાજનું 17 થી 20 ટકા જેટલું મતદાન અને અન્ય સમાજનું 45 થી 55% જેટલું મતદાન હોય ત્યારે આ બેઠક પર ભાજપ દ્વારા પાટીદાર અગ્રણીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે આ અલગ અલગ સમાજના સમીકરણો ની જો વાત કરવામાં આવે તો સૌથી વધુ ઠાકોર સમાજનું વોટ બેંક દરેક પાર્ટી માટે આધારભૂત હોય છે તેમજ સાથે સાથે દલવાડી સમાજની વોટ બેંક પણ એટલી જ અસરગ્રસ્ત બનતી હોય છે ત્યારે હવે જોવાનું રહેશે કે આયાતી પાટીદાર ઉમેદવાર તરફ આ બંને સમાજ સહકારી બનશે કે પછી વિરોધમાં ચાલશે વિરોધનું વાવાઝોડું તો ઉમેદવાર જાહેરાત થતા ની સાથે જ જોવા મળી રહ્યું છે તેમજ બીજી તરફ કોંગ્રેસે હજુ સુધી ઉમેદવારની જાહેરાત કરી નથી પરંતુ જો કોંગ્રેસ ઠાકોર સમાજના ઉમેદવાર ની જાહેરાત કરે છે તો સૌથી વધુ પ્રભુત્વ વાળી વોટ બેંક તેમના તરફ ઢળી જશે અને જો કોંગ્રેસ ઠાકોર સમાજને ટિકિટ નથી આપતી તો આમ આદમી પાર્ટી પણ મેદાને છે આ વખતે રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે ત્યારે લોકો તેમજ નારાજ બંને સમાજ આપને સમર્થન કરે તો જ આપનું આ બેઠક પર જીતવું શક્ય બનશે.