મોરબીના સાદુળકા ગામની સીમમાંથી હોટલ નજીક ઇંગ્લિશ દારૂનો જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો.

મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમ, સાંઇ પ્લાઝા કોમ્પલેક્ષની બાજુમાં, રાજસ્થાની ખેમાબાબા હોટલમાંથી રૂ.૪૦,૭૦૦/- ના ઇગ્લીશદારૂના જથ્થા સાથે એક ઇસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે.

જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ નાઓને મળેલ ખાનગી બાતમીના આધારે મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમ, સાંઇ પ્લાઝા કોમ્પલેક્ષની બાજુમાં, રાજસ્થાની ખેમાબાબા હોટલમાં પ્રોહી. અંગે રેઇડ કરતા હોટલમાં છુપાવેલ ભારતીય બનાવટનો ઇગ્લીશદારૂ બોટલ નંગ-૬૮ કિં.રૂ. ૪૦,૭૦૦/- ના મુદામાલ સાથે

આરોપી સુરેશ મોડારામ ચૌધરી જાતે.જાટ ઉ.વ.૨૬, ધંધો-વેપાર રહે હાલ-ગણેશનગર પાટીદાર ટાઉનશીપ પાછળ, તા.જી.મોરબી મુળ રહે. જાસ્કી પોસ્ટ-કોરના, તા.કસવદરા, જી.બાડમેર, રાજસ્થાન વાળો હાજર મળી આવતા પ્રોહીબીશન એકટ અન્વયે ગુન્હો નોંધી કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.