બેંગ્લોર રાષ્ટ્રીય અધિવેશનમાં રજૂ થયા ગુજરાત સહિત તમામ રાજ્યોના શિક્ષકોના વિવિધ પ્રશ્નો

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના 8માં અધિવેશન બેંગ્લોર, કર્ણાટક રાજ્ય ખાતે તા.11.11.22 થી 13.11.22 સુધી ત્રણ દિવસના અધિવેશનમાં સમગ્ર ભારતના 28 રાજ્યોના પ્રાથમિક માધ્યમિક વિભાગના તમામ સંવર્ગોના રાજ્યના 2000 બે હજાર જેટલા હોદ્દેદારોની ઉપસ્થિતમાં ધ્વજારોહણ સાથે પ્રારંભ કરવામાં આવ્યો, ઇન્ડિયા સે ભારત કી ઓર મુખ્ય વિષય સાથે ચાલુ છે, જેમાં બીજા દિવસના પ્રથમ સત્રમાં તમામ રાજ્યના પ્રશ્નો જે તે રાજ્યના હોદેદારોએ રજૂ કર્યાં જેમાં ગુજરાત પ્રાંત શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ અને રાષ્ટ્રીય સચિવ ભીખાભાઈ પટેલે સત્રની શરૂઆત કરી હતી તમામ રાજ્યોના હોદેદારોએ જૂની પેન્શન યોજના પુન: લાગુ કરવા માટે ની ભારપૂર્વક રજૂઆત કરી

શિક્ષકોને અપાતી BLO સહીતની બિન શૈક્ષણિક તમામ કામગીરી બંધ કરવા અને સમાન કામ સમાન વેતન અંગે રજૂઆત કરી દિલ્હીમાં ત્રણ નિગમમાથી એક નિગમ કર્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા પેસા મળશે બેયની નીતિ ઝઘડા રહે છે રાહત પેકેજ કેન્દ્રમાથી મળે તો ફાયદો થશે શિક્ષક વિદ્યાર્થીઓનો રેશિયો સુધારવો મહારાષ્ટ્રમાં શિક્ષકોને ગામડામાં હેડક્વાર્ટરમાં જ રહેવું ફરજીયાત છે.પાચ વર્ષથી શિક્ષકોની ભરતી થઈ નથી અને જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને ગણવેશ શિષ્યવૃત્તિ નથી મળતી, મહારાષ્ટ્રમાં હજુ પ્રાથમિક શિક્ષણ ધો.1 થી 7 નું જ છે.અને મહારાષ્ટ્રમાં શાળાનું વિજળીબીલ નથી મળતું બિહારમાં પ્રાથમિક શિક્ષકો ગ્રામ પંચાયતના હવાલે છે.

ત્રિપુરામાં મધ્યાહ્નન ભોજનના ફૂડની ખરીદી,બનાવડાવાની જવાબદારી શિક્ષકોની છે.ગુજરાત એકમ કસોટી બંધ કરવી ઓડિશામા અભ્યાસક્રમમાં સંસ્કૃત નથી ઇંગ્લિશ માત્ર છે પશ્ચિમ બંગાળમાં હજુ છઠું પગાર પંચ ચાલુ છે,અને શિક્ષકોની ભરતી ખોટી રીતે કરેલ હોય સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલુ હોય છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની ભરતી નથી થઈ
ત્રિપુરામાં પણ ખોટી રીતે ભરતી કરેલ હોય નામદાર સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલુ હોય ભરતી ઘણાં સમયથી થઈ નથી
શિક્ષકોની મેડિકલ સારવાર માટે કેસલેસ યોજના અમલ કરવા બાબત નિવૃત્તિ વય વધારવી

આવક મર્યાદા આઠ લાખ સુધી કરવી જે રાજ્યમાં વિધાન પરિષદ છે એ રાજ્યોમાં શિક્ષકોને મતાધિકાર આપવા બાબત
ઘણા રાજ્યોમાં મોંઘાઈ વધારો અને સાતમા પગાર પંચ મુજબના લાભો નથી આપ્યા તે આપવા વગેરે પ્રશ્નો મહાસંઘ દ્વારા માનવ સંશાધન મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન મારફત કેન્દ્ર સરકારને ધ્યાને મૂક્યા અને રાજ્યમાં જૂની પેન્શન યોજના અંગે હાલ સરકારના વલણ અંગે માહિતગાર કર્યા.