ભાજપ શાસિત નગરપાલિકા પાયાની પ્રાથમિક સુવિધા પૂરી પાડે તો પ્રજાને ભાજપ પર ભરોસો આવે?

મોરબીમાં ઠેર ઠેર ગંદકી કચરાના ગંજ સ્વચ્છતા નો અભાવની સાથે રખડાતો પ્રજા માટે કાયમી સિર દર્દ સમા રહ્યા છે હાલ ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી અંતર્ગત ભાજપ પક્ષમાં પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા કાનાભાઈ તરીકે જાણીતા ને ટિકિટ મળતાની સાથે જ ભાજપમાં પક્ષ પાર્ટીના માસ્ટર માઈન્ડ નેતાઓ કાંતિલાલ અમૃતિયા ને હરાવવા માટે ના પ્રયાસો કરતા હોય તેવી ચર્ચાઓ રાજકીય ક્ષેત્રે ચર્ચા ના ચકદોડે ચઢી છે

ત્યારે ભાજપ શાસન નગરપાલિકામાં પ્રજા લક્ષી કામગીરીમાં નિષ્ફળ રહી હોય તેમ સમસ્યાઓની હાર માળા હળવી કરવામાં પણ નગરપાલિકાના ચૂંટાયેલા ભાજપના જ નગરસેવકો ની કૃપાથી સ્વચ્છતા નો અભાવ જાહેર માર્ગો પર રખડતા ઢોલ સાથે સ્વચ્છતા ના અભાવ ઠેર ઠેર ગંદકીના ગંજ લોકો અનુભવી રહ્યા છે ત્યારે મોરબી શહેર સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું સમસ્યાઓથી મુક્ત થયું નથી તે રાજકીય નેતાઓએ ભૂલવું ન જોઈએ ખાસ કરી વિકાસની વાતો કરનાર નેતાગીરી નિષ્ફળ રહી હોય તે મતદાર પ્રજા જાણે છે

મોરબી આપસી ડખામાં રાજકીય ક્ષેત્રે ત્રીજો ફાવી જાય તેવા એધાણ ચર્ચામાં રહ્યા છે સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા મોરબી નું રાજકારણ મોરબી જિલ્લામાં ભાજપની ટિકિટ મેળવવા માટે ભાજપના જ કાર્યકરો નેતાઓ લાંબી કતારમાં હોય જેમાં ટિકિટો કપાતા પોતાની પાર્ટીના ઉમેદવારને હરાવવા માટે પોતાના જ ભાજપી નેતાઓની ભૂમિકા ભજવી રહ્યા હોય તેવી પણ ચર્ચા રાજકીય ક્ષેત્રે ટોપ ટાઉન બની છે જેમાં વાંકાનેર ખાતે પણ કોળી સમાજ અને ક્ષત્રિય સમાજ ભાજપથી નારાજ થતા વાંકાનેર પંથકમાં પણ રાજકીય ગરમાવો રહ્યો છે

તેમાં પણ ભાજપના જીતુ સોમાણીને હરાવવા માટે માસ્ટર માઈન્ડ નેતા ની ભૂમિકા રાજકીય ખેલ દિલ્હી કરી રહ્યા હોય તેવી પણ ચર્ચા રહી છે મોરબીના ઇતિહાસિક ઝુલતા પુલ દુર્ઘટનામાં નિર્દોષ માનવ મોજ મસ્તી નો આનંદ ઉત્સવ માણતી મતદાર પ્રજા આ દુર્ઘટનામાં મોતને ભેટી છે તે આયોજનના કસૂરવાર ગુનેગાર ગણાતા જયસુખ પટેલ ફરાર રહેતા નિર્દોષોને ન્યાય અપાવવામાં ભાજપના નેતાઓની ભૂમિકા ધનવાનોની તરફેણમાં હોય તેવું મોરબીમાં ચર્ચા માં રહ્યું છે

ત્યારે ભાજપના નેતાઓ ને વિજય પદ અપાવવા માટે મતદારોનો મિજાજ કેવો? એ તો ચૂંટણીના પરિણામો આવ્યા પછી ખબર પડશે પરંતુ હાલ ભાજપના જ માસ્ટર માઈન્ડ નેતાઓની કૃપાથી ભાજપના ઉમેદવારોને હરાવવાના પ્રયાસો ચાલી રહ્યા ની ચર્ચા ભાજપ પાર્ટી માટે ખતરે કી ઘંટી સમાન બન્યું છે