ગુજરાત વિધાનસભાની ચૂંટણી મતદાન તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય ગરમાવો અને ઉમેદવારોના પ્રચાર પુર ઝડપે વધી રહ્યા છે ત્યારે પ્રથમ વખત ગુજરાતમાં પુરી તાકાત સાથે શિક્ષણ, સ્વાસ્થ્ય અને ભ્રષ્ટાચાર મુકત શાસન આપવા ચૂંટણી લડી રહેલ આમ આદમી પાર્ટી ના શિક્ષિત ઉમેદવારો મતદારોને આકર્ષિત કરી રહ્યા છે.
65 -મોરબી માળિયા વિધાનસભા ના આમ આદમી પાર્ટીના યુવાન અને શિક્ષિત ઉમેદવાર પંકજભાઈ રાણસરિયાના ગામડા પ્રવાસ કાર્યક્રમ દરમિયાન ખુબ મોટી સંખ્યા મા ગ્રામજનો ઉમટી પડે છે એ જોતા લાગી રહ્યું છે કે હવે લોકો પરિવર્તન ઈચ્છે છે અને અત્યાર સુધી લોકસુવિધા માં નિષ્ફળ નીવડેલ સરકાર ને ઘર ભેગી કરવાના વચનો પણ આપી રહ્યા છે.
આ જોતા એવું લાગી રહ્યું છે કે વર્ષો થી ચૂંટણી લડતા ભાજપના કાંતિભાઈ અમૃતિયા અને કોંગ્રેસના જયંતીભાઈ પટેલ માટે આમ આદમી પાર્ટીના શિક્ષિત યુવા નેતા પંકજભાઇ રાણસરિયા ભારે પડી રહ્યા છે.