મોરબીમાં હાથઉછીના પૈસા લઈ પરત નહી ચુકવનારને ૧૨ માસની કેદ અને ૧૫ લાખ રૂપીયા ફરીયાદીને ચુકવવાનો કોર્ટે કર્યો હુકમ

ફરીયાદી અશ્વીનસિંહ દોલુભા ઝાલા પાસેથી આ કામના આરોપી હરેશભાઈ કુંવરજીભાઈ ડાભીએ નાણાકીય જરૂરીયાત હોવાનું કહી કટકે કટકે ૧૦ લાખ હાથઉછીના વગર વ્યાજે લીધેલ. અને બાદમાં આ આરોપીએ ફરીયાદી સાથે સમજુતી કરી હાથ ઉછીના રકમ આપ્યાનો નોટરી રૂબરૂ કરાર કરેલ અને રકમ પરત ચુકવવાનું સ્વીકારેલ. અને ખાત્રી માટે આરોપીએ તેમની બેંકનો ચેક ફરીયાદીને આપેલ. અને પાક વચન અને વીસ્વાસ આપેલ કે આ ચેક બેંકમાં વટાવવાથી ફરીયાદીને તેમની રકમ મળી જશે. ફરીયાદીએ રકમ પરત મેળવવા આ ચેક તેમની બેંકમાં વટાવવા નાખતા આ ચેક અપુરતા ભંડોળના કારણે પરત કરેલ.

જેથી ફરીયાદીએ તેમના વકીલશ્રી જીતેન એલ દેગામા દવારા આ કામના આરોપીને લીગલ ડીમાન્ડ નોટીસ મોકલેલ. આ નોટીસ આરોપીને મળેલ હોવા છતા આરોપીએ ફરીયાદીને રકમ પરત આપેલ નહી કે નોટીસનો કોઈ પ્રત્યોતર આપેલ નહી. જેથી ફરીયાદીએ મોરબી કોર્ટમાં તેમના વકીલશ્રી જે. ડી. સોલંકી મારફત તા. ૧૯/૦૫/૨૦૨૨ ના રોજ વટાઉખત અધીનીયમ (નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ) હેઠળ ફરીયાદ દાખલ કરેલ. આ ફરીયાદ મોરબી કોર્ટમાં ફોજદારી કેશ નંબર ૪૦૧૨ ૨૦૨૨ થી દાખલ કરવામાં આવેલ.

સદરહ આરોપીને તેમના વીર્ધ્ધ થયેલ કેશમાં સામે જવાબ દેવા નામદાર કોર્ટ દવારા સમન્સ ઈસ્યુ કરતા આ કામના આરોપી નામદાર કોર્ટમાં વકીલ મારફત હાજર થઈ કેસ ચલાવેલ સદરહ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા આ કેસમાં આરોપી પક્ષની અને ફરીયાદ પક્ષની દલીલો સાંભળી નામદાર કોર્ટે આ કેશનો આખરી હુકમ આપેલ અને આ કામના આરોપીને હાથ ઉછીની રકમ ન ચુકવવા બદલ ૧૨ માસની સાદી કેદ અને ૧૫ લાખ રૂપીયા ફરીયાદીને વળતર પેટે ચુકવવાનો હુકમ કરેલ આ કામે ફરીયાદી પક્ષે મોરબી જીલ્લાના યુવાન એડવોકેટ શ્રી જે. ડી. સોલંકી તથા જીતેન એલ. દેગામા રોકાયેલ હતા.