આગામી તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ મોરબી જિલ્લામાં વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ માટે મતદાન યોજાનાર છે. જેથી ગુજરાતમાં દુકાનો અને સંસ્થાઓ, કારખાના,બિલ્ડીંગ એન્ડ અધર કન્ટ્રકશન વર્ક્સ, લેબર વગેરે એક્ટ હેઠળ નોંધણી થયેલી સંસ્થા/સાઇટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે લોક પ્રતિનિધિત્વ ધારો-૧૯૫૧ ની કલમ :-૧૩૫ (બી) મુજબ અધિનિયમો તળે નોંધણી થયેલ સંસ્થા/સાઇટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. આ જોગવાઇ અનુસાર જાહેર રજા થવાના કારણે સંબધિત શ્રમયોગીઓ/કર્મચારીઓના પગાર માંથી કોઇ કપાત કરવાની રહેશે નહી.
જે શ્રમયોગીઓની ગેરહાજરીથી જોખમ ઉભુ થવાના સંજોગો/શક્યતા હોય, અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય, તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ/કર્મચારીઓ તેમનો મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમિયાન ત્રણ થી ચાર કલાકથી વારા ફરતી મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે.
જો કોઇ કારખાનેદાર, માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઇથી વિરુધ્ધ વર્તન કરશે તો લોક પ્રતિનિધિત્વ ધારો-૧૯૫૧ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાનના દિવસે ઉપરોક્ત સંબધિત કોઇ ફરિયાદ હોય તો જિલ્લાના નોડેલ અધિકારીશ્રી એમ.એમ.હિરાણી, મદદનીશ શ્રમ આયુક્ત-મોરબીના ફોન નં. (૦ર૮રર)૨૪૩૪૧૦,મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, રૂમ નં. ૧૩૨, પ્રથમ માળ તાલુકા સેવા સદન, લાલબાગ-મોરબીનો સંપર્ક સાધવા નોડલ ઓફિસર ફોર માઈગ્રેટરી ઈલેકટર્સ અને મદદનીશ શ્રમ આયુકતશ્રી મોરબીની યાદીમાં જણાવાયું છે.